અજાણ્યા વ્યક્તિએ મેસેજ મોકલીને, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને, જીવથી મારી નાખવાની આપી ધમકી

29 એપ્રિલે મોડી સાંજે પણ ઉત્તર પ્રદેશ પોલીસની ઇમરજન્સી સેવા ડાયલ 112 વોટ્સએપ નંબર પર કોઈ અજાણ્યા વ્યક્તિએ મેસેજ મોકલીને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જીવથી મારી નાખવાની ધમકી આપી.

આ ધમકીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીની પાસે 4 દિવસ બચ્યા છે, તેથી આ 4 દિવસમાં મારું જે કરવાનું છે એ કરી લો, પાંચમા દિવસે તે મુખ્યમંત્રી યોગીને મારી નાખશે.

જોકે આ પહેલી વાર નથી જ્યારે યોગી આદિત્યનાથે આ ધમકી મળી છે. તેમ છતાંય પોલીસ વિશેષ સતર્કતા રાખી રહી છે. પોલીસે આ મામલામાં સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં આ મેસેજને લઈને કેસ પણ નોંધી દીધો છે અને નંબરની તપાસ કરી આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે

તાત્કાલિક ધમકી આપનાર નંબરની તપાસ કરવા માટે સર્વેલન્સ ટીમને લગાડવામાં આવી. સંદિગ્ધની વિરુદ્ધ લખનઉની સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં કન્ટ્રોલ રૂમ ડાયલ 112ના ઓપરેશન કમાન્ડર અંજુલ કુમાર તરફથી આપવામાં આવેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.