યોગી સરકારની કોરોના સામેની તૈયારીઓથી બચ્યા 85000 લોકોના જીવઃ પીએમ મોદી

યુપીની યોગી સરકારના પીએમ મોદીએ ભરપૂર વખાણ કરતા કહ્યુ છે કે, યોગી આદિત્યનાથની સરકારે કોરોનાની બીમારી સામે આપેલી લડતના કારણે 85000 લોકોના જીવ બચ્યા છે.

યુપીમાં આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ સ્કીમને લોન્ચ કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, યુરોપના ચાર મોટા દેશો બ્રિટન, ઈટાલી, ફ્રાંસ અને સ્પેનની વસતી 24 કરોડ છે અને યુપીની વસતી પણ આટલી જ છે.આ દેશોમાં કોરોના વાયરસથી 1.30 લાખ લોકોના મોત થયા છે જ્યારે યુપીમા માત્ર 600 લોકોના જીવ ગયા છે.

પીએમ મોદીએ અમેરિકાનુ ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે, અમેરિકા કોરોના વાયરસના કારણે ભારે પ્રભાવિત છે અને ત્યાંની વસતી 33 કરોડ છે.ત્યાં કોરોનાથી 1.35 લાખ લોકોન મોત થયા છે.જો યોગીજી અને તેમની ટીમે સાવધાની ના રાખી હોત તો યુપીમાં 85000 લોકોના કોરોનાથી મોત થયા હોત.જે મહેનત યુપી સરકારે કરી છે તેનાથી કહી શકાય કે 85000 લોકોના જીવ યુપી સરકારે કોરોના સામે કરેલી તૈયારીના કારણે બચ્યા છે.

તેમણે કહ્યુ હતુ કે, દુનિયા આખીમાં કોરોનાનુ ભારે સંકટ છે ત્યારે યુપીએ દેખાડેલા સાહસ અને સૂઝબૂઝનુ ઉદાહરણ અભતૂપર્વ કહી શકાય તેવુ છે.આ આખી દુનિયા માટે એક મિસાલ છે.

તેમણે કહ્યુ હતુ કે, આત્મ નિર્ભર યુપીની સ્કીમથી આપત્તિને અવસરમાં બદલવામાં આવી રહી છે.બીજા રાજ્યોએ યુપી પાસેથી શીખવુ જોઈએ.સંકટ સમયે જે સાહસ અને સૂઝબૂઝ બતાવે છે તેને જ સફળતા મળે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.