આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની, યોજાવાની છે બોર્ડની પરીક્ષા

રાજ્યમાં કોરોનાનો કાળમુખો કહેર ચાલી રહ્યો છે. ત્યારે આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. હાલમાં સરકાર રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ જો કોરોનાનો કહેર યથાવત રહેશે તો શિક્ષણ બોર્ડ પરીક્ષાની તારીખોમાં ફેરબદલ કરી શકે છે.

હાલ શિક્ષણ પ્રધાન ખુદ કોરોનાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે શિક્ષણ પ્રધાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ શિક્ષણમંત્રીનું ધ્યાન દોરશે અને ત્યાર બાદ શિક્ષણમંત્રી આ મામલે મુખ્યમંત્રી સાથે સંવાદ કરીને પરીક્ષાની નવી તારીખો જાહેર કરી શકે તેમ છે.

દિવસે ને દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જ જઇ રહ્યો છે. ત્યારે ગત રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા 6,021 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોનાથી વધુ 55 લોકોના મોત નિપજ્યાં છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્થિતિ અત્યંત ગંભીર જોવાં મળી રહી છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.