નવરાત્રિમાં રોમિયોગીરી કરતાં પકડાયાં તો તમારી ખેર નથી ; જાણો શું છે પોલિસનો એક્શન પ્લાન..

નવરાત્રિમાં આ વખતે અનેક નિયમોની ભરમાર છે. કોરોના નો કેર ઓછો થતાં હવે સરકારે છૂટ આપી છે. જેને પગલે સોસાયટીને ફ્લેટમાં શેરી ગરબાનું આયોજન માટે લોકોએ તૈયારી કરી લીધી છે. જ્યારે પોલીસે તમામ લોકોને નવા નિયમો પાળવા માટે સૂચના આપી છે. અને સી ટીમ તથા મહિલા પોલીસની ટીમ પણ ચણીયા ચોળી માં તૈનાત રહી મહિલાઓની સુરક્ષા પર ખાસ ધ્યાન આપશે.

શેરી ગરબા માં ૪૦૦ લોકો હાજર રહી શકે તેવી મંજૂરી અપાય છે. જ્યારે નવરાત્રીના પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરડાય નહિ તે માટે શહેર પોલીસ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવશે. ઉપરાંત નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષાને લઇને શહેર તમામ પોલીસ સ્ટેશનની અલગ-અલગ સિ ટીમ તેનાત રહેશે. જે શેરી ગરબામાં ખાનગી રાહે વોચ કરશે અને મહિલા પોલીસ રોમિયો પર વોચ રાખશે.

https://www.youtube.com/watch?v=poHDnrCx9m0

સામાન્ય રીતે સમયની પાબંધી ન હોય ત્યારે અનેક બનાવો બનતા હોય છે કેમ કે , લોકો મોડી રાત સુધી બહાર ફરતા હોય છે. આ વખતે ૧૨ વાગ્યા સુધી નો નિયમ હોવાથી પોલીસ ૧૨ વાગે ત્યાં સુધી તમામ લોકોને ઘરે પહોંચી જવા અપીલ કરી ચૂકી છે.ડીસીપી, એસપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ થી માંડી તમામ વાહનો મોડી રાત સુધી સ્ટેન્ડ-ટુ રખાશે. છેડતી કે અન્ય કોઈ બનાવ ના બને તે માટે પણ વિશેષ ધ્યાન નો આ ટીમ રાખજો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.