સાસરીયા દ્વારા પરિણીતા પર નાની-નાની વાતને લઈને ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે અને ત્યારે કરીયાવરને લઈને સાસરિયાઓ દ્વારા પરિણીતાને પહેરેલાં કપડે ઘરની બહાર કાઢી મૂકવાની ઘટના સામે આવી છે. ત્યારે સાસરિયાના ત્રાસની એક ઘટના કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં સામે આવી છે. આ ઘટનામાં એક પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો હોવાના કારણે સાસરિયાઓ દ્વારા તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતી. ત્યારબાદ પરિણીતાએ સમગ્ર મામલે સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધીને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતા રિપોર્ટ અનુસાર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આંબલીયારા ગામ આવેલું છે. આ ગામમાં જ્યોત્સના કુમારી નામની એક યુવતી તેના પરિવારની સાથે રહેતી હતી. જ્યોત્સનાના લગ્ન વર્ષ 2015માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં રહેતા અનિરુદ્ધસિંહ રાણાને ત્યાં થયા હતા. અને જ્યોત્સનાને સાસરિયાઓ કડવો અનુભવ થવા લાગ્યો. જ્યોત્સના લગ્ન બાદ ગર્ભવતી થઈ અને તેને થોડા સમય બાદ એક દીકરીને જન્મ આપ્યો. જ્યોત્સનાએ એક દીકરીને જન્મ આપ્યો હોવાના કારણે સાસરિયાઓ તેની સાથે બોલતા ન હતા. દીકરીને જન્મ આપ્યો હોવાના કારણે સાસરિયાઓએ જ્યોત્સના સાથે વર્તન ખૂબ જ ખરાબ કરી દીધુ હતું. જ્યારે જ્યોત્સના ઘરનું કામ કરતી હતી ત્યારે સાસુ તેને કહેતા હતા કે, તારે ઘરનું કામ કરવું નથી કારણ કે, તે દીકરીને જન્મ આપ્યો છે અને અમારે દીકરાની જરૂર હતી.
એક દિવસ સાસરિયાઓએ જ્યોત્સનાને તેના ઘરેથી 5 લાખ રૂપિયાનું દહેજ લાવવાનું કહ્યું હતું અને તેને કહ્યું હતું કે, તું તારા બાપની ઘરે જતી રહે નહીં તો કેરોસીન છાંટીને તને મારી નાખીશું. તો વર્ષ 2017માં જ્યોત્સનાને કરિયાવરની માગણી કરીને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યારબાદ જ્યોત્સના તેના માતા-પિતાના ઘરે આંબલીયારા ચાલી રહી હતી. જ્યાં તેને પોલીસ સ્ટેશનમાં પતિ અનિરુદ્ધસિંહ રાણા અને સસરા જયેન્દ્રસિંહ રાણા અને સાસુ મંજુલા રાણા વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે જ્યોત્સનાની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.