આપને ખબર છે.!!અહીં પૂજાય છે ગણપતિ બાપ્પાનું સ્ત્રીરુપ, માથુ હાથીનું અને ધડ સ્ત્રીનું..

આ વાત અનેક લોકોને અજીબ લાગી શકે છે કે, ગણેશજીના પુરુષ ઉપરાંત તેમના સ્ત્રી રુપની પણ પૂજા થાય છે. અધઁનારેશ્ચરમાં માનનારા સનાતન પરંપરાની મહિમા અલગ છે. અહીં શિવની પૂજા પણ થાય છે. તેમની શકિતની પણ.

ભારતમાં ભૂમિમાં રહેતાં તમામ ધમઁ પંથોમાં શકિતની પૂજા મહત્વની રહી છે. તેથી અહીં લગભગ દરેક દેવતાનાં સ્ત્રી સ્વરુપની કલ્પના કરવામાં આવી છે. સ્ત્રી ગણેશ એટલે કે, વિનાયિકી મૂતિઁ દેશભરમાં અનેક સ્થળોએ મળે છે.

વિનાયિકીની સૌથી જૂની ટેરાકોટાની મૂતિઁ પહેલી શતાબ્દી ઈસા પૂવઁ રાજસ્થાનનાં રાયગઢમાં મળી આવી હતી. એવું માનવામાં આવે છે કે, મંદિર બનાવીને વિનાયિકીની પૂજા કરવાનું ગુપ્ત કાળમાં એટલે કે ત્રીજી ચોથી શતાબ્દીમાં શરુ થયું હતું.

પૂણે થી ૪૫ કિલોમીટર દુર પહાડી પર બનેલ ભૂલેશ્ચર મંદિરમાં પણ વિનાયિકીની પ્રતિમા છે. જે ૧૩મી શતાબ્દીની છે. દૂર દૂરથી ભકત તેનાં દશઁન કરવા જાય છે. બૌદ્ધ ધર્મના લોકો તેને સિદ્ધિ કહે છે. તો અનેક ગ્રંથોમાં વિનાયિકીની ઈશાનની દીકરી કહેવામાં આવ્યાં છે.

ઈશાન પ્રભુને શિવના અવતાર કહેવાય છે. એવું નથી કે, માત્ર તમામ મંદિરોમાં વિનાયિકીની મૂતિઁ મળે છે. દેશભરમાં તમામ એવા પંથ અને મંદિર છે. જયાં સદીઓથી ગણેશજીના સ્ત્રી સ્વરુપની પૂજા કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.