દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા અભિનેતા મહેશ બાબુ ઓડીની ઇલેક્ટ્રિક કાર ઓડી ઇ-ટ્રોનને આખરે તેમણે ખરીદી કરી લીધી છે. આ જાણકારી ઓડી ઈન્ડિયાના હેડ બલબીર સિંહ ધિલ્લોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. ધિલ્લોને પોતાની પોસ્ટમાં એક ફોટો શેર કર્યો છે. તેમણે લખ્યું કે ઇલેક્ટ્રિક કાર ભવિષ્ય છે અને અમે મહેશ બાબુનું સ્વાગત કરીએ છીએ.અને તમને જણાવી દઈએ કે ઓડી ઈન્ડિયાએ ગયા વર્ષે ભારતમાં ઇલેક્ટ્રિક એસયુવી કાર રજૂ કરી હતી. આ પછી, કંપનીએ EV Audi e Tron GT અને Audi e Tron RS GT લોન્ચ કરી છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોમાં મહેશ બાબુની કાર બ્લેક કલરમાં જોવા મળી રહી છે.તેમજ આ ઉપરાંત આ ઇલેક્ટ્રિક વાહનની આકર્ષક હેડલાઇટ પણ જોવા મળી રહી છે.
આ ઓડી કારમાં લિથિયમ આયન 71.2kWhની બેટરી આપવામાં આવી છે.તે 230 kW નો પાવર આઉટપુટ મેળવી શકે છે.અને સાથે જ, આ કારમાં 540 Nmનો પીક ટોર્ક મળશે. આ કાર માત્ર 6.8 સેકન્ડમાં 100 kmphની સ્પીડ પકડી શકે છે. સાથે જ તેને 190 kmphની ટોપ સ્પીડ આપવામાં આવી છે.
ઓડી ઈન્ડિયાનું ધ્યાન હવે ઈલેક્ટ્રિક વાહનો લાવવા પર છે અને તે ઈલેક્ટ્રિક વાહન ભારતમાં જ બનાવવામાં આવશે.અને ઉપરાંત કંપનીએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તે ઓડી ઇલેક્ટ્રિક તરફ આગળ વધી છે. આ કાર સિંગલ ચાર્જ પર 484 કિમી સુધી ચાલી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.