iPhoneને ટક્કર આપવા આવી રહી છે Sony Xperia સ્માર્ટફોનની સીરિઝ ફિચર્સ જાણીને દંગ રહી જશો..

Sonyએ ફરી એકવાર સ્માર્ટફોનની દૂનિયામાં પગ પેસાર્યો છે.જેમાં કંપનીએ આજે પોતાના નવા સ્માર્ટફોન Sony Xperia 1IV અને Sony Xperia 10 IV સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. Xperia 1IV કંપનીનો ફ્લેગશીપ સ્માર્ટફોન છે, જેની કિંમત ભારતીય બજારોમાં લગભગ 1 લાખ રૂપિયાથી પણ વધારે હશે.અને કંપની અનુસાર આ સ્માર્ટફોનની સૌથી મોટી ખૂબી તેનો ટ્રૂ ઓપ્ટિકલ ઝૂમ છે અને તે એક નવા ટેલીફોટો લેન્સની સાથે આવે છે.

કંપની અનુસાર આ ફોન કંટેન્ટ ક્રિએશન સાથે જોડાયેલા લોકો માટે લોન્ચ કરવામાં આવશે.અને ફોનમાં ઇમેજીંગ, ગેમિંગ અને મ્યૂઝિગના શોખીનો માટે લેટેસ્ટ ટેક્નોલોજી ઉપલબ્ધ કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, કંટેન્ડ ક્રિએશનના દરેક પેરામીટરને Xperia 1IV દ્વારા કંટ્રોલ કરી શકાય છે.

કંપનીએ અમેરિકી બજારમાં ફોનને લોન્ચ કરી દીધો છે. ત્યાં Xperia 1IVની શરૂઆતની કિંમત 1,599 ડોલર એટલે કે, 1,23,500 રૂપિયા નક્કી થઇ છે. આ ફોનની ડિલીવરી સપ્ટેમબર મહિનાથી શરૂ થશે. Sony Xperia 10 IVના 6GB RAM + 128GB સ્ટોરેજ વાળા વેરિયેન્ટની કિંમત 499 ડોલર એટલે કે, 38,500 રૂપિયાથી શરૂ થશે.અને આ ફોન ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં 2022ના ત્રીજા ક્વોર્ટરમાં લોન્ચ થવાની સંભાવના છે.

Sony Xperia 1IV માં 6.5 ઇંચની 4K HDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો એસ્પેક્ટ રેશિયો 21:9 નો છે અને 120Hzનો રિફ્રેશ રેટ છે. તેમાં Snapdragon 8 Gen 1 SoC પ્રોસેસર અને Android 12 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ફોનમાં 3 12 મેગાપિક્સલના Exmor RS સેન્સર આપવામાં આવ્યા છે અને ફ્રંટમાં 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમરો છે. બેટરી બેકઅપની વાત કરીએ તો તેમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે અને કેમેરાના કારણે 4K વીડિયોને 120 ફ્રેમ પર સેકન્ડ પર રેકોર્ડ કરી શકાય છે અને 5x ઝૂમ પર સ્લોમોશન શૂટિંગ પણ કરી શકાય છે.

Sony Xperia 10 IVમાં 6 ઇંચની ફુલ HD+ OLED ડિસ્પલે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1080*2520 પિક્સેલ અને 60Hzનો રિફ્રેશ રેટ છે. આ સ્માર્ટફોનમાં Snapdragon 695 SoC અને Android 12 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.અને જો કેમેરાની વાત કરીએ તો તેમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરો અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. તેમાં પણ 5000mAhની બેટરી આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.