પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે અમિત શાહે કરી એવી વાત કે જાણીને ખુશ થશો..

પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ખુશ કરનારી વાત કહી છે અને તેમણે કહ્યું કે જો ભારત 2025 સુધીમાં પેટ્રોલ સાથે ઇથેનોલના 20 ટકા મિશ્રણનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે, તો દેશને વિદેશી હૂંડિયામણમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાની બચત થશે અને શાહે કહ્યું કે જૂન 2021માં નરેન્દ્ર મોદી સરકારે નવેમ્બર 2022 સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો હતો જે પાંચ મહિના પહેલા પ્રાપ્ત કરવામાં આવ્યો છે. સુરતની હદમાં હજીરા ખાતે KRIBHCOના બાયોઇથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યા બાદ તેમણે આ વાત કહી હતી.

સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે આ લક્ષ્યને વહેલું પ્રાપ્ત કરીને સરકારે 20 ટકા ઇથેનોલ મિશ્રણના લક્ષ્યને પ્રાપ્ત કરવાની સમયમર્યાદા પાંચ વર્ષ પહેલાથી ઘટાડી 2025 કરી છે અને શાહે કહ્યું કે ઇથેનોલનું ઉત્પાદન આવનારા દિવસોમાં પેટ્રોલિયમ ક્ષેત્રની સમગ્ર અર્થવ્યવસ્થાને બદલી નાખશે. 20 ટકા ઇથેનોલ સંમિશ્રણના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાથી 2025 સુધીમાં લગભગ રૂ. 1 લાખ કરોડની વિદેશી હૂંડિયામણની બચત થશે અને ઇથેનોલનું મિશ્રણ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને રોકવામાં પણ મદદ કરશે.

તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં ઘણી સંભાવનાઓ છે, જે સહકારી એકમોએ ઉપયોગ કરવો જોઈએ, જેમ કે ક્રિભકોએ કર્યો છે. ખેડૂતોની આવક વધારવા માટે સહકારી એકમોએ આગળ આવવું પડશે આ ઉપરાંત શાહે જણાવ્યું હતું કે, “એક રીતે, નવેમ્બર 2022ના લક્ષ્યાંકના પાંચ મહિના પહેલા પ્રાપ્ત થયેલા 10 ટકાના સંમિશ્રણથી ક્રૂડ ઓઇલની આયાતમાં રૂ. 46,000 કરોડનો ઘટાડો થયો છે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.