બોલિવૂડમાં પ્રથમ મુખ્ય ભૂમિકા સલમાને સૂરજ આર. બરજાત્યાની રોમાન્સ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’માં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી. સાથે જ આ ફિલ્મ માટે તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ ડેબ્યુ અભિનેતાનો પુરસ્કાર અને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર માટે નામાંકન પણ મળ્યું હતું.
સલમાન ખાન આજે બોલિવૂડનો મોટો સ્ટાર છે. સલમાન માત્ર તેની ફિલ્મોને કારણે જ નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. સલમાનનું ઘણી અભિનેત્રીઓ સાથે અફેર છે, પરંતુ જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે અભિનેતાના હાથ ખાલી રહે છે અને આવી સ્થિતિમાં ઘણીવાર આ સવાલ પૂછવામાં આવે છે કે સલમાન ખાન ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે. જોકે, સલમાન ખાને હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા? અથવા તો એમ કહીએ કે તેઓ લગ્ન કેમ ન કરી શક્યા, તેનો જવાબ ખુદ સલમાનના પિતા સલીમ ખાને એક ચેટ શો દરમિયાન આપ્યો હતો અને જેમાં સલીમ ખાને આ ચેટ શો દરમિયાન સલમાન ખાનના લગ્ન ન કરવા પાછળનું કારણ જણાવ્યું હતું.
સલમાન ખાન ક્યારે લગ્ન કરશે? શું સલમાનને કોઈ સાથે અફેર છે? આવા અનેક સવાલો ચાહકોના મનમાં રહેતા હોય છે. ત્યારે આ મુદ્દે એક ઈન્ટરવ્યૂમાં સલમાન ખાનના પિતા સલીમ ખાને હસતા હસતા જણાવ્યું હતુંકે, સલમાન કેમ મેરેજ નથી કરતો. સલીમ ખાને કહ્યુંકે, સલમાન ખાન પોતાની માતાને ખુબ જ પ્રેમ કરે છે. અને તે દરેક યુવતીમાં પોતાની માતાને શોધે છે. જ્યારે એને એની માતા જેવી જ કોઈ યુવતી મળશે તો ત્યારે તે જરૂર લગ્ન કરી લેશે.
જ્યારે ચર્ચામાં એવું પણ છેકે, એક કારણ સલમાને એવું આપેલું કે, તેને અભિનેત્રી રેખા ખુબ પસંદ હતી. રેખા જેવું કોઈ તેને મળ્યું નહીં એટલે તેણે લગ્ન નથી કર્યાં અને આ ઉપરાંત એક વાત એવી પણ ચર્ચામાં છેકે, સલમાનને જુહી ચાલવા ખુબ પસંદ હતી. તેણે જુહી સાથે લગ્ન કરવા માટે પ્રપોઝ પણ કરેલું જોકે, જુહી અને તેના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી વાત આગળ વધી શકી નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.