લે આલે., ભાજપનાં ગઢમાં આપ પાડશે ગાબડું.. આ નેતા જોડાશે આજે..

અમરેલી જિલ્લામાં ભાજપ માં આપ ગાબડું પાડી શકે છે. અમરેલીના ભાજપના જૂના જોગી અને કહેવાતા છેલ્લાં 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નેતા આજે આપમાં જોડાશે.

જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ શરદ લખાણીએ આપમાં જોડાવવાની જાહેરાત કરતાં સમગ્ર જિલ્લામાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આજે બપોરે બે વાગ્યે સર્કિટ હાઉસ અમરેલી ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો મહેશ સવાણી તથા અગ્રણીઓની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાશે.

તેઓ આજે મર્યાદિત કાર્યકરો સાથે ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કરશે 2020 ની ચૂંટણી નું તેમનું લક્ષ રહેશે તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ ભાજપમાં જિલ્લાનાં મુખ્ય ૧૦ વ્યક્તિમાં મારુ સ્થાન છે, પરંતુ મને પાટીઁઁનાં કાયૅક્રમમાં બોલાવતાં નથી.

-1985 -અમરેલી તાલુકા યુવા ભાજપ પ્રમુખ

-પ્રદેશ કારોબારરીના સભ્ય રહી ચૂક્યા છે….

-જિલ્લા ભાજપ મહામંત્રી – 2003 થી 2006

-જિલ્લા ભાજપ પ્રમુખ 2006 થી 2009

-જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન – 2011 થી 2013

-જિલ્લા પંચાયત પ્રમુખ – 2003 થી 2005

– પ્રભારીઓ સહિતની જવાબદારીઓ સંભાળી ચુક્યા છે.

https://www.youtube.com/watch?v=3895rtofO0Y

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.