ખાતેદારો એફડી કરાવેલાં રુપિયા પાકતી મુદત પહેલાં ઉઠાવી લઇને પોતાનાં ખાતામાં લઇ લીધાં..
કોરોડોનાં ગોટાળા બાદ બેંકને ખબર પડી..
વર્તમાન સમયમાં અનેક પ્રકારના ફ્રોડ (FRAUD) કરવામાં આવે છે. ત્યારે વાત કરીએ તો મોરબીમાં (MORBI) આવેલ રાજકોટ નાગરિક સહકારી બેંકની (RAJKOT CITIZENS COOPERATIVE BANK) તો બેંકના કર્મચારીઓ દ્વારા ખાતેદારો (ACCOUNT HOLDERS) અને બેંકની સાથે ફ્રોડ આચર્યું છે. બેન્કના ખાતેદારોની જાણ બહાર તેની એફડીની (FD) રકમ પોતાનાં સબંધીનાં ખાતામાં તે રકમ જમા કરાવી હતી. કુલ મળીને ૧.૯૩ કરોડની ઠગાઈ કરવામાં આવી હતી.
હાલના બેંકના ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં તેણે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૭થી તા. ૧૯/૭/૨૦૨૧ સુધીમાં આરોપી પ્રકાશ નકુમ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડમાં ફરજ બજાવતો હતો. રાજકોટ સહકારી બેંકમાં નોકરી દરમિયાન આર્થિક લાભ લેવાના ઈરાદે તેને જુદા જુદા ખાતાધારકો ની કોઈપણ જાતની રસીદ વગર ફિક્સ ડિપોઝીટને પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરીને ખોટા ખાતામાં રકમ જમા કરાવી હતી.
ઉપરાંત પાસબુક ના નેરેશન બદલે ખાતાધારકના ચેકો માં પોતે સહી કરી ચેક નો ખરો તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરની ખોટી એન્ટ્રી કરી હતી. આ બાબત ખાતાધારક ની જાણ બહાર નેટબેન્કિંગ ચાલુ કરી ઓનલાઇન ઉચાપત નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા.
હાલમાં પોલીસે મેનેજરની ફરિયાદ લઇ આરોપી સામે આઈ.પી.સી કલમ – ૪૦૯,૪૦૬,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.