અમદાવાદના વસ્ત્રાલમાં યુવક પર થયું ફાયરિંગ, માથાના ભાગે ગોળી વાગતા સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આજે બપોર ના સમયે યુવક પર ફાયરિંગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. યુવકને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર ઇજા થઇ છે. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

બપોર એ બન્યો બનાવ

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, વસ્ત્રાલ રિંગ રોડ પાસે આજે બપોરે વાત્શલ્ય હાઈટ પાસે ઈશ્વર ઠાકોર નામના યુવાન પર ફાયરિંગ કરીને કેટલાક લોકો ફરાર થઇ ગયા હતાં. જેમાં પ્રદીપ રાજપૂત નામના શખસે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી યુવકના માથામાં ગોળી મારતા તેને ગંભીર ઇજા થઇ હતી.

લોહીથી તરબોળ યુવકને હોસ્પિટલ ખસેડાયો

આ હુમલામાં યુવકને ખૂબ લોહી નીકળતા તે નીચે પછડાયો હતો. જે બનાવમાં યુવકને નાજુક સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે આરોપીને શોધવા માટે પોલીસે પ્રયાસ શરૂ કર્યા છે. ધોળે દિવસે બનેલા આ બનાવ પાછળ અંગત અદાવત જવાબદાર હોવાનું પોલીસ માની રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.