ચીનનાં યુવાનો ડરે છે લગ્નથી , ડર પાછળનું કારણ છે આ

દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ (POWERFUL COUNTRY) બનવા માટે પ્રયત્ન કરી રહેલું ચીન (CHINA) એક અજીબોગરીબ આંતરિક સંકટનો (INTERNAL CRISES) સામનો કરી રહ્યું છે. દુનિયાના સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં હવે લગ્ન નહીં (NOT MARRIAGE) કરવા માંગતા યુવાનોની (YOUTH) સંખ્યા ઘટી રહી છે.

તેના કારણે ૧૭ વર્ષમાં સૌથી ઓછા લગ્નનું રજિસ્ટ્રેશન થયું છે. સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે ચીનમાં ૨૦૨૧ના પહેલા ત્રણ મહિનામાં ૫૮ લાખ યુગલોએ લગ્ન કર્યા હતા. વરસ દરમિયાન આ આંકડામાં હજુ ઘટાડો થાય તેવી શક્યતા વધારે છે.

લગ્નમાં થઇ રહેલા ઘટાડા અંગે ચીનના સ્ટેટેસ્ટિક નિષ્ણાંત હે યાફૂનુ કહેવું છે કે , ચીનમાં ૮૦ના દાયકા બાદ સતત વસતીમાં ધટાડો થઈ રહ્યો છે. ઓછા લગ્નો પાછળ તે પણ એક કારણ છે.

ઉલ્લેખનીય છે કે ચીન ૨૦૧૬થી હવે બે બાળકોને પેદા કરવા માટે પણ મંજૂરી આપી છે. હે યાફૂનુ એમ પણ કહેવું છે કે , કામના વધારે પડતા દબાણ તેમજ મહિલાઓના શિક્ષણ સ્તર માં થયેલા સુધારા , આર્થિક સ્વતંત્રતા જેવા કારણો પણ ઓછા લગ્ન માટે જવાબદાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.