સુરતમાં (SURAT) વિદ્યાર્થીનું (STUDENT) શંકાસ્પદ મોત (SUSPECTED DEATH) થયું હતું.જેમાં સુરત શહેરના વેસુ વિસ્તારના એક કોફી શોપમાં (COFFEE SHOP) કોલેજની વિદ્યાર્થીની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવી હતી. જે બાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં (CIVIL HOSPITAL) લઈ જવામાં આવ્યા હતા ત્યાં વિદ્યાર્થીને મૃત જાહેર કરવામાં આવી હતી.
તેની સાથેનો યુવક સારવાર દરમિયાન જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મૃતક યુવતી બીએડની વિદ્યાર્થીની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિધર્મી વિદ્યાર્થી સાથે યુવતી કોફી શોપમાં આવી હતી. તથા કોફી શોપમાં બે કલાક બાદ તપાસ કરતા યુવતિ બેભાન મળી હતી.
જેમાં વિધર્મી વિદ્યાર્થીએ ઝેર આપી મારી નાખ્યાનો મૃતક પરિવારનો આક્ષેપ છે. મૃતક યુવતીના પરિવારે વિધર્મી યુવક પર આક્ષેપ કર્યો છે કે વિધર્મી યુવકે યુવતીને ઝેર આપીને મારી નાખી છે. પરિવારે કહ્યું છે કે , જ્યાં સુધી છોકરા ની ઘરપકડ ન થાય ત્યાં સુધી અમે અમારી દીકરી ની અંતિમ વિધિ કરીશું નહીં.
દીકરીના પિતા મુંબઈ થી સુરત આવશે. ત્યારબાદ પોસ્ટ મોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અંગે સિવિલના ડોક્ટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટના સોમવારની મોડી સાંજની છે. ૧૦૮ એમ્બ્યુલન્સના યુવક અને યુવતીને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
પરિવારના જણાવ્યા પ્રમાણે યુવતી બીએડના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. ૬:૦૦ સુધી પરત ન આવતાં પરિવાર ચિંતિત થયું હતું ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. જેથી તેઓ કામરેજ કોલેજ પર ગયા હતા. જયાં કોલેજ પણ બંધ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.