આપણે સૌ આપણી ત્વચાનું કેટલું ધ્યાન રાખીએ છીએ, સુંદર દેખાવા માટે આપણે શું નથી કરતાં. જો કે આજકાલ હાથ તથા નખની સંભાળ અને પેડિકયોર કરીને આપણે આપણા હાથ અને પગની સુંદરતા પર પણ ધ્યાન આપીએ છીએ.
બદલતો નખનો રંગ અને પ્રકાર..
ગુલાબી નખ..
જો તમારા નખ ગુલાબી રંગનાં હોય તો એક સારો સંકેત છે અને દશાઁવે છે કે તમે સ્વસ્થ જીવનશૈલી અનુસરી રહયાં છો.
સફેદ રેખા વાળા નખ..
જો તમારા નખ પર સીધી, આડી અથવા કોઈપણ પ્રકારની સફેદ રેખા હોય તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં પ્રોટીનનો અભાવ છે.
નબળા નખ: જો તમને ક્યારેય લાગે કે તમારા નખ નબળા છે અને સરળતાથી તૂટી રહ્યા છે અથવા તેમાં તિરાડો પણ દેખાય છે, તો તેનો અર્થ એ કે તમને થાઇરોઇડની સમસ્યા હોઈ શકે છે.
https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=4s
નખની સંભાળ કેવી રીતે રાખવી?
નખની તંદુરસ્તી માટે આહારમાં યોગ્ય ધ્યાન આપવું જરૂરી છે. જ્યારે તમે આંતરિક રીતે સ્વસ્થ હશો ત્યારે બાહ્ય સુંદરતા આપોઆપ વધશે.
તમારા હાથને હૂંફાળા પાણીથી ધોવાનો પ્રયત્ન કરો, નખમાં ગંદકી ન થવા દો.
જો તમારે લાંબા સમય સુધી પાણી સાથે કામ કરવું હોય, તો ચોક્કસપણે મોજાનો ઉપયોગ કરો.
તમારા નખને શક્ય તેટલું ડિટરજન્ટ અથવા રસાયણોથી બચાવવાનો પ્રયાસ કરો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.