કેનેડાના વિઝીટર વિઝાના બહાને સુરતના યુવાનો સાથે થઈ છેતરપિંડી, બેંક બેલેન્સ બતાવવાની શરતે પડાવી લીધા રૂપિયા

સાત સમંદર પાર વસવાટ કરી ડોલરમાં રૂપિયા કમાવવાના ઓરતા મોટાભાગના યુવાનોને જાગ્યા છે અને ત્યારે વિદેશ પહોંચવાના નામે કેટલીક વાર છેતરપિંડીનો ભોગ પણ બનવું પડતું હોય છે. ત્યારે ફરીવાર આવો જ વધુ એક કિસ્સો સુરતમાંથી પ્રકાશમાં આવ્યો છે.

એજન્ટ થ્રુ કેનેડા જતા હોવ તો ચેતી જજો. કારણ કે કેનેડાના વિઝીટર વિઝાના નામે સુરતમાં છેતરપિંડી આચરવામાં આવી છે સુરતના માંડવીના બે યુવકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીના સંચાલકે ઇમિગ્રેશનના નામે 2 યુવાનો પાસેથી રૂ.82 હજાર પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. હાલ ઈમિગ્રેશન એજન્સીનો સંચાલક ફોન બંધ કરીને ફરાર થઈ ગયો છે જેથી યુવકોએ આ મામલે નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીના સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

યુવકોના જણાવ્યા અનુસાર, 8 મહિના સુધી રૂ.10 લાખનું બેંક બેલેન્સ બતાવવાની શરત મૂકી હતી. બેલેન્સ ન બતાવે તો 1.5% વ્યાજ લાગશે તેવું જણાવ્યું હતું અને હાલ નેક્સ્ટ સ્ટેપ ઇમિગ્રેશન એજન્સીનો સંચાલક ફરાર થયો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાંથી ઈમિગ્રેશન કૌભાંડ ઝડપાયું હતું અને જેમાં બોગસ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ લીધો હોવાનો ખુલાસો થયો હતો. ઓસ્ટ્રેલિયામાં IHRA (ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશિએશન) ની તપાસમાં મસમોટું ઈમિગ્રેશન કૌભાંડ સામે આવ્યું હતું. આ ઈમિગ્રેશન કૌભાંડમાં ખોટા બેન્ડ મળ્યાના સર્ટિફિકેટથી અનેક વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને બોગસ બેન્ડ સર્ટિ, બોગસ ડિગ્રી અને બોગસ એજ્યુકેશન બેન્ક લોન સર્ટિથી વિદેશ મોકલ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આથી, ઓસ્ટ્રેલિયામાં 3 હજાર 500 જેટલાં ગુજરાતીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.