યુવાનોના લોકપ્રીય એવા ગોપાલ ઇટાળીયા વિઘીવત રીતે AAP માં જોડાયા,જાણો કઇ મળી મોટી વિશેષ જવાબદારી

ગુજરાત ની રાજનીતિમાં 2013 માં પગલું ભરનાર આમ આદમી પાર્ટી જેણે અરવિંદ કેજરીવાલ ના નામ અને ચહેરા ને આગળ કરી દિલ્હીમાં તો ત્રણ વાર સરકાર બનાવી પણ દિલ્હી ની બહાર પંજાબ સિવાય અન્ય કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ ઉભું કરી શકી નથી. એવામાં  7 વર્ષ બાદ આમ આદમી પાર્ટી ફરી એકવાર ગુજરાતમાં સક્રિય થવાના પ્રયાસ માં જોવા મળી રહી છે. અને તેના જ ભાગ રૂપે 2017 માં વિધાનસભા ની કાર્યવાહી દરમ્યાન ગુજરાત સરકારમાં કલાર્કની નૌકરી કરનાર યુવકે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું જેને હવે ઝાડુ પકડી ને ગુજરાત સાફ કરવાનો નિર્ણય લીધો છે.

ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવી છે. પણ શું ખરેખર ગોપાલ ઝાડુ થી સાફ સફાઈ કરી શકશે કે ઝાડુ સાથે પોતે સાફ થશે એ સવાલ સૌથી મોટો ઉભો થયો છે કારણકે ગુજરાતમાં કદી ત્રીજી પાર્ટીને મહત્વ મળ્યું નથી અને તે ગુજરાત ની રાજનીતિમાં સફળ પણ નથી થઈ.

2017માં પ્રથમ પોતાને પોલીસ કોન્સ્ટેબલ બતાવી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પોતાનો ઓડિયો વાયરલ કરી વિવાદ સર્જ્યો હતો તો ત્યારબાદ વિધાનસભા ગૃહમાં મીડિયા ને સંબોધી રહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકી ને વિવાદ સર્જનાર ગોપાલ ઇટાલિયા જે હાર્દિક પટેલ સાથે પાસ ના પાટીદાર અનામત આંદોલન માં પણ જોડાયા હતા અને  ત્યારબાદ હવે પોતાનું રાજકીય સફર ની પણ શુરુઆત કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.