રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓમાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના રાજકોટમાં સામે આવી છે. જેમાં એક યુવકે બિલ્ડિંગના 12માં માળેથી કૂદીને મોતને વહાલું કર્યું હતું. આ ઘટનાની જાણ સ્થાનિક લોકોએ પોલીસને કરતા રાજકોટ યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી 108ને ફોન કર્યો હતો. જેથી 108ના કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચીને યુવકની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો હતો. જેથી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, યુવક માનસિક બીમાર હતો.
રિપોર્ટ અનુસાર રાજકોટના રૈયારોડ પર આવેલી તિરુપતિ સોસાયટીમાં ગિરીશ ભટોલિયા પરિવારની સાથે રહે છે. ગિરીશ ભટોલિયા બે સંતાનો છે. ગિરીશ ભટોલિયા LICમાં નોકરી કરે છે. ગિરીશ ભટોલિયાનો મોટો પુત્ર ભાવિક છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમાર હોવાના કારણે
પરિવારજનો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. 25 નવેમ્બરના રોજ ભાવિકના પિતા કામ અર્થે જામનગર ગયા હતા, તે દરમિયાન ભાવિક તેના ઘરેથી બાઇક લઇને નીકળી ગયો હતો અને ત્યારબાદ તે 150 ફૂટ રિંગ રોડ પરના અયોધ્યા ચોકમાં આવેલી ધ એમ્પાયર નામની બિલ્ડિંગના 12માં માળે ચઢી ગયો હતો. ભાવિકે બિલ્ડીંગના 12માં માળેથી ઝંપલાવીને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, ભાવિકની માતા જ્યોતિબેન શાકભાજી માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા અને પિતા કામ અર્થે જામનગર ગયા હોવાના કારણે ભાવિક ઘરે એકલો હતો અને ભાવિક પોતાનું બાઇક લઇને બિલ્ડિંગ પર આવ્યો હતો અને બિલ્ડિંગના 12માં મળેથી સ્મોકિંગ ઝોનની ગેલેરીમાં જઈ તેને બિલ્ડિંગ પરથી નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો. ભાવિકે BSC સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લા છ મહિનાથી તે ડીપ્રેશનનો ભોગ બન્યો હોવાના કારણે તેની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ભાવિક તેના ઘર પાસેની એક દુકાનમાં હેન્ડીક્રાફ્ટનો વ્યવસાય કરતો હતો. ભાવિકે અગાઉ પણ બે વખત આપઘાત કરવાની કોશિષ કરી હતી. ભાવિકે આપઘાત કરવાની કોશિશ કરવાના કારણે તેના માતા-પિતા તેને PI ખુમાનસિંહ વાળા પાસે લઈ ગયા હતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.