દિલ્હીમાં સતત ત્રીજી વખત આમ આદમી પાટીઁની જીત બાદ ગુજરાતના યુવાનોમાં AAP માં જાડાવાનો ક્રેઝ ખુબ જ વધ્યો છે. તેમજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પરંપરાગત રાજકારણ છોડી કામની રાજનીતી નો નવો ચીલો ચાતર્યો છે. તેમજ આપે દિલ્હીમાં કામના નામ પર વોટ માંગ્યા જે આજ ના યુવાનો ને ખુબ જ પસંદ પડી ગયુ છે.
ગુજરાતની વાત કરીએ તો ભાજપ-કોગ્રેંસ ના નેતાઓ, પદાધીકારીઓ તેમજ કાર્યકર્તાઓ તેમજ વિવિધ આંદોલનકારીઓ આપમાં જોડાઇ રહ્યા હોવાની અટકળો વેગ પકડી રહી છે. થોડાક દિવસો થી પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલની આપ સાથે જોડાવાની શક્યતાઓ વધતી દેખાઇ રહી છે. એવામાં ગુજરાતમાં બેરોજગાર યુવાનો તેમજ શૈક્ષણીક કે સામાજીક રીતે અન્યાય ભોગવી રહેલા યુવાનો માટે આંદોલન કરી રહેલા પ્રવીણ રામની પણ આપમાં જોડાવા ની શકતાઓ ખુબ જ વધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.