થૂંક લગાવીને બનાવતો હતો રોટલી,યુવકે છુપાઇને બનાવી દીધો વીડિયો

ઓલ્ડ દિલ્હી રોડના સેક્ટર 14માં એક ઢાબા પર થૂંક લગાવીને રોટલીઓ બનાવવામાં આવતી હતી. કાર સવાર એક યુવકે છુપાઇને વીડિયો બનાવી લીધો અને સોશ્યલ મિડીયા પર શૅર કરી દીધો. વોટ્સએપ દ્વારા આવેલા આ વીડિયોથી યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી.

મંગળવારે સાડા 10 વાગ્યાની આજુબાજુ વૉટ્સએપ પર આ વીડિયો આવ્યો હતો અને તે જોઇને તેણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે આ હોટલનો કૂક થૂંક લગાવીને રોટલીઓ બનાવે છે.

ફરિયાદ કરનાર યુવક અને તેના સાથી ત્યાં મળ્યા અને વાયરલ વીડિયો તેમજ હોટલ સંચાલક અને કુકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આરોપ સાચા હોવાને કારણે ફરિયાદ નોંધવામાં આવી અને બંને લોકોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા. આ મામલે આગળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.