ભારતીય ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ફરી એકવાર જૂના અંદાજમાં બેટિંગ કરતો દેખાયો હતો. તેણે શનિવારે રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝની સાઉથ આફ્રિકા લિજેન્ડ સાથેની મેચમાં જે અંદાજમાં બેટિંગ કરી, જેણે વર્ષ 2007 T20 વર્લ્ડ કપની યાદ અપાવી દીધી હતી
યુવરાજ સિંહે પહેલો બોલ ડોટ રમ્યો. એ ઓવરના બીજા 4 બોલ પર યુવરાજ સિંહે સતત 4 સિક્સ લગાવ્યા. ઓવરનો છેલ્લો બોલ પણ યુવરાજે ડોટ રમ્યો હતો. જાંદેર દે બ્રૂએનની આ ઓવરમાં કુલ 24 રન આવ્યા હતા.
યુવરાજ સિંહ અને સચિન તેંદુલકરની હાફ સેન્ચુરીના બદલામાં ઈન્ડિયા લીજેન્ડે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 204 રન બનાવ્યા હતા. તો ભારતીય ટીમના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ આ મેચમાં સસ્તામાં આઉટ થઇ ગયો હતો. તે માત્ર 6 રન (8 બોલ) બનાવીને એન્ટીનીનો શિકાર થઈ ગયો હતો.
સચિન તેંદુલકર અને યુવરાજ સિંહ સિવાય સુબ્રમણ્યમ બદ્રીનાથ અને યુસુફ પઠાણે પણ મહત્ત્વની ઈનિંગ્સ રમી હતી. બદ્રીનાથે 34 બોલમાં 42 રન બનાવ્યા હતા, જોકે તે રિટાયર્ડ હર્ટ થવાના કારણે પોવેલિયન પરત ફરી જવું પડ્યું હતું, જ્યારે યુસુફ પઠાણે 10 બોલમાં 23 રન બનાવ્યા હતા. જેમાં 2 ફોર અને 2 સિક્સ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.