ગુજરાતમાં સરકારી ભરતીને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વધુ એક પરીક્ષાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે. લોકરક્ષક દળ 2021- 22ની પ્રિલીમનરી પરીક્ષાને 6થી 7 પ્રશ્નોના ફાઈનલ આન્સર કીમાં ભૂલ થઈ છે.અને આ અંગે વિદ્યાર્થી ઉમેદવારોએ ધ્યાન દોર્યું તો અધિકારીઓએ કહ્યું કે, તજજ્ઞો મારફતે જવાબ તૈયાર કરવામાં આવ્યા છે તે પ્રકારનું રટણ તેમને કર્યું હતું.
GCERT અને NCERT ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડના અધિકૃત પુસ્તકોનો સંદર્ભ અપાયો છે.અને અધિકૃત પુસ્તકોનો સંદર્ભ છે જેથી આ અધિકૃત પુસ્તકોના પ્રશ્નો સાચા કે પરીક્ષાના અધિકારી ઓ સાચા એમ બન્ને મુદ્દે પ્રશ્ન સર્જાયો છે ત્યારે આ સંદર્ભમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ અંગે વધુમાં વાત કરતા યુવરાજ સિંહે કહ્યું કે, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાના પાઠ્ય પુસ્તકની અંદર જે પ્રશ્નો અને તેના સંદર્ભ છે એ અમે બતાવીએ છીએ જેથી શું આ સાચા નહીં હોય શું એ તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં નહીં આવ્યા હોય એમ કહી યુવરાજ સિંહે સવાલો ઉભા કર્યા હતા અને અમે આ અંગે ગૃહરાજ્ય મંત્રી અને બોર્ડના અધ્યક્ષને નિવેદન કરીએ છીએ કે જે કંઈ પણ ક્ષતિ હોય તેને દૂર કરવામાં આવે અમે નમ્ર વિનંતી કરીએ છીએ તેમ યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.