ગુજરાતમાં ભરતીમાં મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે એક પ્રેસ કોન્ફ્રન્સ કરી ભરતીની પરીક્ષામાં કૌભાંડના ગંભીર આરોપો લગાવ્યા છે. ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેમને સરકારી ખાતાઓમાં નોકરી અપાવવામાં આવે છે તેવો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી ઉર્જા વિભાગમાં ભરતીઓના કૌભાંડ થઈ રહ્યું છે
યુવરાજ સિંહે ઉર્જા વિભાગની PGVCL, DGVCL અને UGVCLની ભરતીની પરીક્ષામાં કૌભાંડ થયાના ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, આ કૌભાંડ એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા છે અને તેમણે ઉમેર્યુ કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે અને સાથે જ આ કૌભાંડમાં કોની સંડોવણી છે, તેઓનું નામ પણ તેણે આપ્યું છે. તેમણે જણાવ્યું કે ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે. તેમજ બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે.
આ કૌભાંડ દ્વારા કોને કોને લાભ લીધો છે, તેઓનું નામ પણ તેમણે લીધુ છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ ભરતી કૌભાંડનો લાભ લીધો છે અને તેમ યુવરાજસિંહે જણાવ્યું છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે. જ્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે.
ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેઓની ભરતી કરવામાં આવે છે અને શરૂઆતમાં ટોકન અને ત્યાર બાદ નોકરી મળતા પુરૂ કરાતુ હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે. કૌભાંડ આચરનાર અને કૌભાંડ કરી રહેલા લોકોના પુરાવા હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે અને સાથે જ યુવરાજસિંહે સ્પષ્ટતા કરી છે કે અમે સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવા નથી માગતા અને આ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. SITની રચના કરી તમામ સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તપાસ કરવામાં આવે તેવી માંગ યુવરાજ સિંહે કરી છે.
ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર લગાવ્યા છે આરોપ
રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ ગેરરીતિથી પાસ થયા તેમ જણાવ્યુ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.