સુરતના માથાભારે વોન્ટેડ આરોપી ઝાફર ઉર્ફે ગોલ્ડનમેનને પોલીસે ઝડપી લીધો ,પોલીસે શરૂ કરી તપાસ

સુરત શહેરમાં અનેક ગુનામાં સામેલ વોન્ટેડ આરોપી ઝાફર પઠાણને પોલીસે ઝડપી લીધો છે અને તેની સામે 326 જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે.વિગતો મુજબ સુરતમાં 6 મહિના અગાઉ સલાબતપુર વિસ્તારમાં એક યુવક પર તલવાર વડે હુમલો થયો હતો.અને જેમાં યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી આ ઘટનામાં સલાબતપુર પોલીસે ઘટનામાં સામેલ ઇસમોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી

જેમાં ફરાર ઝાફર પઠાણ ઉર્ફે ગોલ્ડન ને શોધવા અલગ અલગ ટીમ બનાવી હતી દરમિયાન સલાબતપુરા પોલીસને જાફર ઉફ્રે ગોલ્ડન સલાબતપુર વિસ્તારમાં આવવાનો છે તે મુજબ મળેલી બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો,આરોપી અગાઉ પણ 9 જેટલા ગંભીર ગુનાને અંજામ આપી ચુકયો છે. જેમાં હત્યાના પ્રયાસ મારામારી આર્મ્સ-એકટ અને જુગાર ધારાના ગુનામાં અગાઉ ઝડપાઇ ચુક્યો છે. અને માથાભારે આ ઈસમ માર્કેટ વિસ્તારમાં દાદાગીરી કરવા માટે પણ જાણીતો છે.હાલ તો પોલીસે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડીને તેની વધુ પુછપરછ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.