સોનાક્ષી સિંહાએ શુક્રવારે તેનો 36મો જન્મદિવસ મનાવ્યો હતો. અભિનેત્રીના જન્મદિવસ પર તેના બોયફ્રેન્ડ જહીર ઈકબાલે પણ તેને શુભેચ્છા આપી હતી. જણાવી દઈએ કે જહીર ઈકબાલે સોનાક્ષી સિન્હાની અલગ-અલગ સમયની તસવીરો શેર કરી છે અને સાથે એક પોસ્ટ પણ લખી છે.
જહીર ઈકબાલે ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કર્યો. ઈકબાલે કહ્યું, “કુછ તો લોગ કહેંગે, લોગ કા કામ હૈ કહેના. તું હંમેશા મારા ખભા પર માથું મૂકી શકે છે. તું બેસ્ટ છો. ને આગળ વધતા રહો. ઈશ્વર કરે કે તમે દુનિયાને એટલી જોઈ શકો જેટલી કોઈએ ન જોઈ હોય. હંમેશા જલપરીનું જીવન જીવો. હંમેશા ખુશ રહો. આઈ લવ યુ.” આ સાથે જ હેશટેગ ‘પરફેક્ટ’ પણ લખ્યું છે.સોનાક્ષીએ પણ હાર્ટ ઈમોજી બનાવીને પ્રેમ વ્યક્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.