ઝરીન ખાન મોટાભાગે પોતાના ફોટો અને વીડિયોની સાથો સાથ ફેન્સના પિક પણ શેર કરતી હોય છે. હવે ઝરીન ખાને ફરીથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હાર્ડી સંધૂ (Harrdy Sandhu) અને સરગુન મહેતાના ‘તિતલિયાં’ (Titliaan) સોન્ગ પર ડાન્સ કરતી દેખાય છે.
ઝરીન આ દરમ્યાન પીળા આઉટફીટમાં ખૂબ જ સુંદર દેખાય રહી છે. એટલું જ નહીં અભિનેત્રીએ પોતાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ વીડિયો પર ફેન્સ ખૂબ રિએકશન આપી રહ્યા છે
તેના કેરિયરની વાત કરીએ તો તેણે ‘વીર (2010)’ ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય ઝરીન ખાન હોરર ફિલ્મ ‘1921’માં પણ જોવા મળી હતી.
પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ શકી નહોતી. એટલું જ નહીં 2017માં તેની ‘અક્સર-2’ને પણ બોક્સ ઓફિસ પર સારો રિસપોન્સ મળ્યો નહોતો. બોલિવુડ સિવાય તેલુગુ અને પંજાબી સિનેમામાં પણ હાથ અજમાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.