ઝીરો પર જ આઉટ થતા ની સાથે સાથે ફિલ્ડિંગ માં પણ સારું પરફમન્સ નય, પાડ્યો કૅચ,કોહલી નારાઝ

ઓસ્ટ્રેલિયા (Australia) ની બેટિંગ દરમિયાન 23મી ઓવરમાં જસપ્રીત બુમરાહ (Jaspreet Bumrah) બોલિંગ કરી રહ્યો હતો. બુમરાહના એક બોલને ફટકો મારવા જતા બોલ હવામાં ઉછળ્યો હતો. પૃથ્વી શોએ આ આસાન કેચ છોડી (Drop Catch) દીધો હતો.

બેટિંગમાં ખાતુ ખોલાયા વગર જ શૂન્યમાં આઉટ થવા બાદ ફિલ્ડિંગ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયાના (Australian Betsaman) ઘાતક બેટ્સમેન માર્નશ લાબુશેન (Marnus Labuschagn) નો એક આસાન કેચ છોડીને મોટું જીવનદાન આપી દીધું છે.

શોએ જ્યારે માર્નશ લાબુશેનનો કેચ છોડ્યો ત્યારે તે માત્ર 21 રને રમી રહ્યો હતો. શો દ્વારા છોડવામાં આવેલો આ કેચ કેટલો ભારે પડશે તેની તો સમય જતા ખબર પડશે પણ કપ્તાન વિરાટ કોહલી શોથી ભારોભાર નારાજ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.