ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં બીજેપીએ ફડણવીસને રૂપિયા 40 હજાર કરોડનું ફંડ બચાવવા માટે મુખ્યમંત્રી બનાવવાનું નાટક કર્યું હતું.
- કોંગ્રેસ, શિવસેના અને એનસીપી કેન્દ્ર સરકારનું ફંડ અયોગ્ય રીતે ન વાપરે તે માટેનું નાટક
- ફડણવીસે સરકાર બન્યાના 15 કલાકમાં જ ફંડ પહોંચાડ્યું યોગ્ય જગ્યાએ
- ફડણવીસે કેન્દ્ર સરકારના રૂ. 40 હજાર કરોડનું ફંડ બચાવ્યું
અનંતકુમાર હેગડેએ કહ્યું કે તમે બધા જાણો છો કે મહારાષ્ટ્રમાં અમારા વ્યક્તિ (ફડણવીસ) 3 દિવસ (80 કલાક) માટે મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ તેઓ રાજીનામું આપ્યું. તેઓએ આ નાટક શા માટે કર્યું? શું અમને ખબર ન હતી કે અમારી પાસે બહુમત નથી અને છતાં પણ તેઓ CM બન્યા? દરેક વ્યક્તિ આ પ્રશ્ન પૂછે છે.
CM પાસે હતી 40 હજાર કરોડની કેન્દ્રની રકમઃ હેગડે
હેગડેએ કહ્યું કે સીએમની પાસે લગભગ 40 હજાર કરોડની કેન્દ્રની રકમ હતી. જો કોંગ્રેસ, એનસીપી અને શિવસેના સત્તામાં આવે તો તે 40 હજાર કરોડનો દુરઉપયોગ કરતા. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારના આ રૂપિયાને વિકાસના કામમાં લઈ શકાય નહીં એ માટે આ નાટક કરવામાં આવ્યું હતું.
આ કારણે ફડણવીસ બન્યા હતા 80 કલાકના મુખ્યમંત્રી
તેઓએ કહ્યું કે ભાજપની આ યોજના ઘણા સમયથી હતી. આ માટે નક્કી કર્યું કે એક નાટક થવું જોઈએ. અને આ માટે જ ફડણવીસે CM પદના શપથ લીધા. શપથ લેવા માટે 15 કલાકની અંદર ફડણવીસે 40 હજાર કરોડ રૂપિયાને એ જગ્યાએ પહોંચાડી દીધા જ્યાંથી તે આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.