મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે મોટું નિવેદન આપ્યું છે. ચંદ્રકાંત પાટિલે કહ્યું કે ભાજપને રાજ્યમાં 119 ધારાસભ્યોનું સમર્થન છે.
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે મોટું નિવેદન આપ્યું છે. ચંદ્રકાંત પાટિલે કહ્યું કે ભાજપને રાજ્યમાં 119 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે કહ્યું રાજ્યમાં માત્ર ભાજપ સ્થિર સરકાર આપી શકે છે. ચંદ્રકાંત પાટિલનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે રાજ્યમાં શિવસેના-એનસીપી અને કૉંગ્રેસ ત્રણેય પક્ષો તોડ જોડમાં લાગ્યા છે. આ ત્રણેય પક્ષોની રાજ્યમાં સરકાર બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે એવા સમયે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષનું આ નિવેદન સામે આવ્યું છે.
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું, ભાજપને 14 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. અમારી પાસે કુલ મળી 119 ધારાસભ્યોની સંખ્યા છે. આજ કારણે દેવેંદ્ર ફડણવીસે કહ્યું કે અમારા વગર સરકાર નહી બની શકે. અમારી કોઈ સાથે ચર્ચા નથી થઈ પરંતુ અમે સ્થિર સરકાર આપશું.
આ પહેલા રાજ્યમાં મુખ્યમંત્રી પદને લઈને એનસીપી તરફથી મોટું નિવેદન સામે આવ્યું હતું. એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકે કહ્યું કે નિશ્ચિત રીતે મુખ્યમંત્રી શિવસેનાના હશે. શિવસેનાના અપમાનિત કરવામાં આવી, તેમનું સ્વાભિમાન બનાવી રાખવું અમારી જવાબદારી બને છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.