રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં યુવકે જાહેરમાં યુવતીના વાળ ખેંચીને ચહેરા પર મુક્કા માર્યા હતા.અને યુવતીએ ચીસો પાડી પ્રતિકાર કર્યો તો, યુવકે પથ્થર ફેક્યા હતા. યુવતી પર અત્યાચારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વીરપુરમાં એક યુવક જાહેરમાં યુવતીને સજા આપી રહ્યો છે. તેના વાળ ખેંચીને ચહેરા પર મુક્કા મારી રહ્યો છે.અને જ્યાં યુવતીએ ચીસો પાડીને પ્રતિકાર કર્યો, તો યુવકે સામે પથ્થર ફેંક્યા હતા. આ ઘટના વીરપુરના પંચવટી રોડ પરના નહેર વિસ્તારનો હોવાનું અનુમાન છે
આ અંગે વીરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ તપન જાનીએ જણાવ્યું હતું કે, અમને પણ વીડિયો મળ્યો છે.અને આ માટે અમે ટીમને તપાસ કરવા માટે મોકલી છે.તપાસ બાદ જ સાચી હકીકત જણાયે આગળની કાર્યવાહી કરીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.