સાપ્તાહિક રાશિફળ અનુસાર 5 ફેબ્રુઆરીથી શરુ થતું નવું સપ્તાહ કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલીભર્યું રહેવાનું છે. જ્યારે કેટલીક રાશિઓ માટે આ સપ્તાહ યાદગાર અને સુખદ રહેશે.
મેષ:ગણેશજી કહે છે, આ અઠવાડિયામાં સામાજિક કાર્યક્રમોમાં તમારી ભાગીદારી તમને સમાજના ઘણા પ્રભાવશાળી લોકો સાથે સંપર્કમાં રહેવાની તક આપશે. વિદેશ જવા માટે પ્રયાસ કરતાં જાતકોને આ સપ્તાહમાં સફળતા મળવાની શક્યતા છે. તમે કંઇક નવું શીખી રહ્યા હોવ તો તે તમારા વિકાસ માટે ઉપયોગી સાબિત થશે
વૃષભ:ગણેશજી કહે છે, આ સપ્તાહમાં તમને કારકિર્દીમાં આગળ વધવાની કોઈ શુભ તક મળવાના યોગ છે. જ્યારે વિદ્યાર્થી વર્ગને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો પરિસ્થિતિઓ તમારી ઇચ્છાથી વિરુદ્ધ જાય છે, તો શક્ય તેટલું શાંતિથી ઉકેલ શોધવાનો પ્રયાસ કરો.
મિથુન:ગણેશજી કહે છે, આ સપ્તાહમાં સ્વાસ્થ્ય માટે શું સારું છે અને શું ખોટું છે તેનો વિચાર કરીને કોઈ પણ નિર્ણય કરજો. આ અઠવાડિયામાં પાછલા કોઈ રોકાણથી તમને મોટો આર્થિક લાભ મળવાની શક્યતા છે. આ સપ્તાહમાં તમે અન્યો પર વધુ ખર્ચ કરશો. જેનાથી આર્થિક ખેંચ પણ અનુભવી શકો છો. માટે સપ્તાહ દરમિયાન ખર્ચ પર કાબુ રાખવો હિતાવહ છે
કર્ક:ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમારી ચિંતાઓનું મુખ્ય કારણ માતાપિતાનું નબળું આરોગ્ય હોઈ શકે છે. પરિણીત લોકોને સાસરી પક્ષ તરફથી આર્થિક લાભ મળશે. આ સપ્તાહમાં રુપિયાને રોકાણ કરતાં પહેલા બેવાર વિચારી લો અન્યથા તમે તમારું નુકસાન કરી બેસશો. આ સપ્તાહમાં કોઈ ધાર્મિક સ્થળે જઈ શકો છો.
સિંહ:ગણેશજી કહે છે, આ અઠવાડિયે તમને લાગે છે કે, તમારી આસપાસના લોકો તમારી પાસેથી વધુ માંગ કરે છે અને અપેક્ષા રાખે છે. આવી સ્થિતિમાં, તમે તેમની દરેક માંગને પૂર્ણ કરવા માટે તમારા પર વધારાના દબાણનો અનુભવ કરશો. આ અઠવાડિયાની શરૂઆતમાં, તમારા જીવનની તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે.
કન્યા:ગણેશજી કહે છે, ભૂલોથી બોધપાઠ લઈને તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવશો, જે સારો સાબિત થશે. આ સપ્તાહમાં તમે સોનાના ઘરેણાં, મકાન-જમીન અથવા અન્ય મોંઘી ઉપયોગી ચીજવસ્તુઓમાં રોકાણ કરી શકો છો. જેનાથી ભવિષ્યમાં સારો ફાયદો થશે. તમારા પારિવારિક જીવનમાં ખુશીની લહેર જોવા મળશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.