હીટવેવ: ગરમીએ તોડ્યો રેકોર્ડ: આ દેશમાં હિટવેવના લીધે100 લોકોના મોત, બ્રેડ અને દૂધ કરતાં બરફ બન્યો મોંઘો

ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજળી કાપે લોકોને પરેશાનીમાં મુકી દિધા છે. ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે.

ભારતમાં ગરમી દસ્તક આપી ચૂકી છે. દુનિયાના બીજા ઘણા અન્ય દેશોમાં ભારે ગરમી પડી રહી છે. પરંતુ આફ્રીકાના માલીમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બીબીસીના રિપોર્ટ અનુસાર પરિસ્થિતિ એટલી મુશ્કેલ છે કે દેશના કેટલાક ભાગમાં હવે બરફના ટુકડાની કિંમત બ્રેડ અને દૂધ કરતાં વધુ છે. રાજધાની બમાકોમાં 15 વર્ષીય ફાતૂમા યાતારા કહે છે કે ‘હું બરફ ખરીદીને આવી છું કારણ કે અત્યારે ગરમી વધુ છે.’ તાપમાન 48C સુધી વધી ગયું છે.

વિજકાપે વધારી લોકોની પરેશાની

ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજકાપે લોકોની પરેશાનીઓને વધુ વધારી દીધી છે. ફાતૂમા જણાવે છે કે લાંબા સમય સુધી વિજ કાપના લીધે ફ્રીજ કામ કરતું નથી. તે ભોજનને પ્રિજર્વ રાખવા અને હીટવેવ દરમિયાન ઠંડુ રાખવા માટે બરફના ટુકડાનો સહારો લે છે. જોકે આ કેટલીક હદ સુધી કામ કરે છે

મોંઘવારીએ તોડ્યો રેકોર્ડ

ગરમીની સાથે મોંઘવારી પણ લોકોની કમર તોડી રહી છે. ફાતૂમા જણાવે છે કે બરફની એક નાની બેંગની કિંમત 300 થી 500 ફ્રેક્સ સીએફએ સુધી પહોંચી ગઇ છે. જ્યારે બમાકોમાં બ્રેડની કિંમત 250 સીએફએ હોય છે.

નાના કોનાતે ત્રાઓરે માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. હવે તેઓને અઠવાડિયામાં થોડી વારને બદલે દરરોજ રસોઈ કરવી પડે છે. તેણી કહે છે, ‘અમે ઘણીવાર આખો દિવસ વીજળી વિના વિતાવીએ છીએ, તેથી ખોરાક બગડે છે અને તેને ફેંકી દેવો પડે છે.’ ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજળી કાપે લોકોને પરેશાનીમાં મુકી દિધા છે. ગરમીની સાથે મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે.

ભારતમાં ગરમી દસ્તક આપી ચૂકી છે. દુનિયાના બીજા ઘણા અન્ય દેશોમાં ભારે ગરમી પડી રહી છે. પરંતુ આફ્રીકાના માલીમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. બીબીસીના રિપોર્ટ અનુસાર પરિસ્થિતિ એટલી મુશ્કેલ છે કે દેશના કેટલાક ભાગમાં હવે બરફના ટુકડાની કિંમત બ્રેડ અને દૂધ કરતાં વધુ છે. રાજધાની બમાકોમાં 15 વર્ષીય ફાતૂમા યાતારા કહે છે કે ‘હું બરફ ખરીદીને આવી છું કારણ કે અત્યારે ગરમી વધુ છે.’ તાપમાન 48C સુધી વધી ગયું છે.
વિજકાપે વધારી લોકોની પરેશાની
ભયંકર ગરમીમાં લાંબા લાંબા વિજકાપે લોકોની પરેશાનીઓને વધુ વધારી દીધી છે. ફાતૂમા જણાવે છે કે લાંબા સમય સુધી વિજ કાપના લીધે ફ્રીજ કામ કરતું નથી. તે ભોજનને પ્રિજર્વ રાખવા અને હીટવેવ દરમિયાન ઠંડુ રાખવા માટે બરફના ટુકડાનો સહારો લે છે. જોકે આ કેટલીક હદ સુધી કામ કરે છે

મોંઘવારીએ તોડ્યો રેકોર્ડ
ગરમીની સાથે મોંઘવારી પણ લોકોની કમર તોડી રહી છે. ફાતૂમા જણાવે છે કે બરફની એક નાની બેંગની કિંમત 300 થી 500 ફ્રેક્સ સીએફએ સુધી પહોંચી ગઇ છે. જ્યારે બમાકોમાં બ્રેડની કિંમત 250 સીએફએ હોય છે.

નાના કોનાતે ત્રાઓરે માટે જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. હવે તેઓને અઠવાડિયામાં થોડી વારને બદલે દરરોજ રસોઈ કરવી પડે છે. તેણી કહે છે, ‘અમે ઘણીવાર આખો દિવસ વીજળી વિના વિતાવીએ છીએ, તેથી ખોરાક બગડે છે અને તેને ફેંકી દેવો પડે છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.